વિમાનો કેમ પેસિફિક મહાસાગર અને માઉન્ટ એવરેસ્ટની ઉપરથી નથી ઉડતા ?

આકાશમાં વિમાનોને ઉડતા ઘણીવાર જોયા હશે, તેમાં સફર પણ કરી હશે અને બાળપણમાં તેને ટાટા – બાય – બાય પણ ઘણી વખત કર્યું હશે. વિમાનો સાથે જોડાયેલા કેટલાક ફેક્ટસ છે. આકાશના આ એલ્યુમિનિયમના પંખીઓ સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત વાતો છે. દુનિયામાં ખૂણે ખૂણે ઉડનારા હવાઈ જહાજો પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર અને માઉન્ટ એવરેસ્ટની ઉપરથી નથી ઉડતા. ક્વોરા પર એક વ્યક્તિએ આ સવાલનો જવાબ આપ્યો છે.

મોટાભાગના કમર્શિયલ પ્લેન્સના પાયલોટ પેસિફિક મહાસાગર અને માઉન્ટ એવરેસ્ટની ઉપરથી ઉડાન ભરવાથી દુર રહે છે. હિમાલયની ચોટીઓ ૨૦ હજાર ફૂટ કરતા ઉંચી છે અને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તો ૨૯,૩૦૫ ફૂટ છે. મોટાભાગના કમર્શિયલ પ્લેન્સ ૩૦ હજાર ફૂટ પર જ ઉડે છે.

હિમાલયથી ઘણું અંતર બનાવવા માટે હવાઈ જહાજોને વધુ ઉપર જઈને Stratosphere ના નીચલા હિસ્સામાં ઉડાન ભરવાની હોય છે. ત્યાં ઓક્સિજનની માત્રા ઘણી ઓછી હોય છે. તેનાથી એર ટર્બ્યુલન્સ થાય અને યાત્રાળુઓને અસહજતા અનુભવવી પડે. આ ઉપરાંત પહાડોની આજુબાજુ હવા પણ વધારે હશે અને જહાજને ઉડાડવું અઘરું થઇ રહે.

હવાઈ જહાજો માટે કર્વ્ડ રૂટ વધુ સુરક્ષિત છે કારણકે તેવામાં હવાઈ જહાજ પાણીને બદલે ધરતીની ઉપરથી ઉડશે. તેનાથી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં પણ સરળતા રહેશે. ઈમરજન્સી લેન્ડિંગ ફ્લેટ સર્ફેસ પર જ કરાય છે. હિમાલયમાં ફ્લેટ સર્ફેસ નથી, ત્યાં ફક્ત પહાડની ચોટીઓ જ છે.

હિમાલય ક્ષેત્રમાં વસ્તી ઓછી હોવાના કારણે રડાર સર્વિસ પણ ના હોવા જેવી જ છે. પાયલોટ જમીનથી કમ્યુનિકેટ ના કરી શકે. હિમાલયની ઉપરથી ભારતીય વાયુસેના અને પીપલ્સ લીબરેશન આર્મી એયર ફોર્સના ટ્રેનીંગ સેશન કરે છે અને તે કમર્શિયલ એરલાઈન્સને રીસ્ટ્રીક્ટ કરે છે. પેસિફિક મહાસાગર પર ઉડાન ના ભરવાનું મુખ્ય કારણ એ જ છે કે તેનું ક્ષેત્રફળ – વિસ્તાર ઘણો વધારે છે અને હવાઈ જહાજનું જમીનની ઉપરથી ઉડાન ભરવું વધારે સેઈફ છે.