મશીનો છે જ, તો RBI ઈચ્છા થાય એટલા રૂપિયાની નોટો કેમ નથી છાપી દેતી ?

ભાજપ સરકાર ઈચ્છે છે કે RBI તાબડતોબ નવી નોટો છાપી દે. એનાથી સ્પષ્ટ છે કે સરકારને તો ફાયદો થશે. પરંતુ રીઝર્વ બેંક જાણે છે કે એનાથી તકલીફો વધશે. સીધો સવાલ છે કે જયારે રૂપિયા બધાને જોઈએ છે, તો કેમ એટલી નોટો છપાઈ દેવાતી કે બધાની પાસે ઢગલાબંધ રૂપિયા હોય.

નોટો કેમ નથી છાપતી સરકાર ?

આ સવાલ ઘણા લોકોના મનમાં આવતો હશે. એક પત્રકારના મનમાં પણ આવ્યો. તેણે આ સવાલ આર.બી.આઈ. ના ગવર્નર શશીકાંત દાસને પૂછી લીધો. કારણ હતું સરકારની નાણાકીય ખાધ. મતલબ સરકારના ખજાનામાં નુકસાન. હવે સરકાર ઈચ્છે છે કે રીઝર્વ બેંક નોટો છાપી દે. પણ RBI એ ના પાડી દીધી, કારણકે તેનાથી પ્રજાને નુકસાન થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે નવી નોટો છાપવાથી જનતાને નુકસાન કેવી રીતે થશે ? જણાવીએ તમને રૂપિયાના બધા જ ગણીતો. પરંતુ તેના માટે શરૂઆતથી જ સમજવું પડશે. જે કરન્સી તમે તમારા ખિસ્સામાં રાખો છો, તે કેમ છે ? શું છે ? ક્યાં સુધી છે ? તમામ સવાલ તો છે. તો સૌથી પહેલા સમજો કે જે નોટને રીઝર્વ બેન્કે છાપવાની ના પાડી દીધી, તેની જરૂર શું છે ?

રૂપિયા શું છે, કેવી રીતે કામ કરે છે ?

એક કાલ્પનિક દેશ છે – ‘X’ એ દેશમાં બાકી બળું એવું જ છે જેવું આપણા દેશમાં. બસ ત્યાં રૂપિયા -પૈસા વિશે કોઈ નથી જાણતું. તો આ દેશમાં રહેનારા રાજુના ખેતરમાં બટાકા ઉગ્યા. તેણે એ બટાકા તોડવા અને ભેગા કરવા માટે પડોશના સોનુથી મદદ લેવી પડી. સોનુંને ધન્યવાદ આપવા માટે રાજુએ એક કાગળમાં થેન્ક્સ લખ્યું અને રાજુને પકડાવી દીધું.

હવે સોનુને એક દિવસ પેટમાં ખુબ જ દુખાવો થયો, તો તે ડોક્ટર પાસે ગયો. ડોકટરે તેની સારવાર કરી દીધી. તેની અવેજમાં સોનુએ રાજુ જોડેથી લીધેલી થેંક્યું નોટ ડોક્ટરને આપી દીધી. હવે જયારે ડોક્ટરને ભૂખ લાગી તો તે રાજુની પાસે ગયો, જેના ખેતરમાં આ વખતે ઘણા બટાકા ઉગ્યા હતા. રાજુએ બટાકા ડોક્ટરને આપ્યા અને તેની અવેજમાં પેલી થેંક વાળી નોટ – કાગળ આપી દીધું, એ એની જ આપેલી હતી. તેણે એ નોટ ફાડીને ફેંકી દીધી અને હવે રાજ્ય, સોનું અને ડોક્ટર કોઈ પણ કોઈના અહેસાન હેઠળ નહોતું.

પરંતુ રાજુ, સોનું અને ડોક્ટર તો ઈમાનદાર હતા. જો સોનું બેઈમાન હોત અને બટાકાના ખેતરમાં મદદ કર્યા વગર જ એક થેંક્યું ની નોટ બનાવી લેત અને પોતાની સારવાર કરાવી લીધી હોત તો ? કારણકે તે પણ થેન્ક્સ નોટ બનાવવા માટે એટલો જ ફ્રી હતો જેટલો રાજુ, અને ડોક્ટર પણ થેન્ક્સ નોટ બનાવવા એટલા જ આઝાદ છે જેટલા રાજુ અને સોનું. તેમનામાંથી કોઇપણ પોતાનું કામ કર્યા વગર જ એકબીજાથી કામ કઢાવી શક્યા હોત. એટલે જ હવે થેન્ક્સ નોટમાં એક મહોર લાગવાની શરુ થઇ, જે ત્રણેયની દેખરેખ અને સહમતીથી લાગતી હતી. ગણતરીના થેન્ક્સ નોટ છાપીને વહેંચી દીધા. તેને દેશમાં રૂપિયા કહેવાયા.

રૂપી અહેસાન ચુકવવા માટેનો સત્તાવાર રસ્તો છે. એટલે કે જો તમે ઓફિસમાં કામ કરો છો તો તમારી કંપની તમને એવું થેન્ક્સ આપે છે જે બધે જ વેલીડ છે. એટલે કે એ તમે કોઈને પણ આપી શકો છો. તો ત્રીજી જગ્યાએ આ વેલીડ થેન્ક્સ કોઈ આપી જ શકે છે. આમ જ પૈસો ફરતો રહે છે અને અહેસાન ચૂકવાતું રહે છે. એટલે કે તમારી પાસે જેટલા વધારે રૂપિયા છે એટલું વધારે કામ કરાવી શકો છો.

નોટની ગેરેંટી શું છે ?

હવે ફરી જૂની વાત પર આવીએ રાજુ, સોનું અને ડોક્ટરની. હવે માની લો કે ડોક્ટરને બટાકા નથી ખાવા તો રાજુને એની થેંક્યું નોટ લેવાની ના પાડી દેશે તો સોનું તો ફસાઈ જ જવાનો ? એણે એક જગ્યાએ કામ કરીને થેંક્યું નોટ લીધી હોવા છતાં ડોક્ટર જોડે એ કઈ કામની ના રહી. એટલે જ તમારી નોટ પર એક ગેરેંટી છપાયેલી હોય છે. દસ રૂપિયાની નોટ લઈને વાંચશો તો એમાં વંચાશે કે, હું મે ધારક કો દસ રૂપિયે અદા કરને કા વચન દેતા હું.

ગેરેંટી કોણ આપે છે ?

રીઝર્વ બેન્કના ગવર્નર. તેમની જ સાઈન હોય છે નોટ પર. એટલે જો તમે તમારી થેંક્યું નોટ લેવાની ના પાડી દીધી તો ? રીઝર્વ બેંક તમને એટલા જ મૂલ્યનું સોનું આપશે. જો કે તેની પ્રોસેસ ઘણી લાંબી છે. અને એ ત્યારે જ થાય જયારે સરકાર ફેઈલ થઈ જાય. તો તમને જે નોટ મળી છે, તેના બદલામાં ગેરેંટી આર.બી.આઈ. પાસે જમા છે.

કહેવાય છે કે સરકારનો ખજાનો નબળો પડ્યો. એટલે નવી નોટો છાપવાની જરૂર પડી. તો હવે સવાલ ઉભો થાય છે કે રૂપિયો કમજોર થયો કેવી રીતે? ડોલર કે કોઇપણ કરન્સીની તુલનામાં. તેને એવી રીતે સમજો. તમે કોઈ ક્વીઝ રમી રહ્યા છો. તે ક્વીઝમાં દરેક સાચા સવાલમાં તમને એક પોઈન્ટ મળે છે. હવે તમે બીજી જગ્યાએ કોઈ ક્વીઝ રમી રહ્યા છો, ત્યાં પણ દરેક સાચા સવાલમાં તમને દસ પોઈન્ટ્સ મળે છે. તમે ત્રીજી જગ્યાએ ક્વીઝ રમો છો, ત્યાં પણ દરેક સાચા સવાલમાં તમને સો પોઈન્ટ્સ મળે છે. તો જો તમે પહેલી ક્વીઝમાં ૪ પોઈન્ટ્સ મેળવો છો, બીજીમાં ૪૦ અને ત્રીજીમાં ૪૦૦ તો તમે જાણો છો કે તમારું પર્ફોમન્સ સરખું રહ્યું અને દરેક જગ્યાએ ૪ સાચા જવાબ આપ્યા છે.

જો તમને એ જણાવાય કે એક ડોલર બરાબર એક હજાર યેન, સો રૂપિયા અને એક યુરો તો તેનો મતલબ એ નથી કે યેન નબળો છે અને યુરો સૌથી મજબુત. ફર્ક એનાથી નથી પડતો કે કોઈ ખાસ સમયમાં ચલનની શું વેલ્યુ છે. ફર્ક એનાથી પડે છે કે ટાઈમ ફ્રેમમાં ચલણમાં કેટલું પરિવર્તન થયું. જો દેશની જેમ કોઇપણ ચલણ નબળું કે મજબુત નથી હોતું, તેને મજબુત બનાવવું પડે છે. કારણકે જો જાપાનમ કોઈ વસ્તુની કિંમત ભારત કરતા દસ ગણી હોય પરંતુ ત્યાંની સેલેરી ભારત કરતા વીસ ગણી હોય તો ત્યાના લોકો વધારે અમીર છે. એટલે કે એ વાત હંમેશા ખોટી જ હશે કે અમુક કરન્સી એક મજબુત કરન્સી છે. સાચું એ છે કે અમુક કરન્સી છેલ્લા પાંચ વર્ષમાં ડોલર કરતા મજબુત થઇ છે. એક ડોલર બરાબર એક રૂપિયો કરવો છે, તો તે પણ પોસીબલ છે. રૂપિયા છાપવાનું ઓછું કરી દો, તેને ફાડવા લાગો. જેટલા પૈસા માર્કેટમાં ઓછા થશે, ધીમે ધીમે તેની વેલ્યુ એટલી વધી જશે. એક દિવસ ડોલર એક રૂપિયાની બરાબર થઇ જશે.

પરંતુ યાદ રાખો, તેનાથી કોઈ ફાયદો નથી, કારણકે દરેક ચીજ એ જ પ્રમાણમાં ઘટવા લાગશે. લોકો કહેતા હોય છે કે બધાને અમીર કરવા છે તો સરકારે ઢગલાબંધ રૂપિયા છાપી દેવા જોઈએ પણ આજ સુધીની સરકારોએ (મોદી સરકાર તો આર.બી.આઈ. નું ભંડોળ લઇ જ રહી છે એટલે એની વાત નથી) એવું નથી કર્યું, કારણકે જેટલા પૈસા છપાશે, વસ્તુઓના ભાવ એટલા જ મોંઘા થઇ જશે. એટલે કે આજે જે વસ્તુ એક રૂપિયાની છે, જો હજુ દસ ગણા રૂપિયા છપાયા ને પરિસ્થિતિ એ જ રહી તો તે વસ્તુઓની કિંમત દસ રૂપિયા થઇ જશે. એ જ પ્રકારે આજે જે વસ્તુ એક રૂપિયાની છે એ દસ પૈસાની થઇ જશે જો માર્કેટમાં અત્યારે છે એના કરતા દસમાં ભાગના જ રૂપિયાને એની નોટો બચે તો. પરંતુ તે જ પ્રકારે પગાર મળશે, તે જ પ્રકારે બાકી ખર્ચા, એટલે જ સરકાર ના એક નિશ્ચિત સીમાથી વધુ પૈસા છાપી શકે છે કે ના ઓછા.

તો હવે ?

સરકાર ઈચ્છે તો તમે તમારી નોટ ઘરમાં છાપો. પરંતુ તેનાથી ફાયદો કોને થશે ? ફૂટબોલના ખેલમાં જો દરેક ખેલાડીને તેની પોતાની ફૂટબોલ મળી જાય તો રમત જ ખત્મ થઇ જશે ને? એ જ પ્રકારે જો જરૂરથી વધારે નોટો બજારમાં આવી જાય તો મોંઘવારી વધશે અને રૂપિયાની કિંમત ઘટતી જશે. ઈરાન જેવા દેશોમાં ચા નું બીલ હજારોમાં હોય છે. કારણ? બજારમાં નોટો ઘણી વધારે છે. એટલે નાની નોટ બંધ થઇ ગઈ. આ જ કારણ છે કે આર.બી.આઈ. નવી નોટો અત્યારે બજારમાં લાવવા નથી માંગતી. બજાર પહેલેથી ઠંડુ છે, મંદીમાં છે. મોંઘવારીની નકારાત્મક અસરો પડી શકે છે.